________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૭) ૭ “જીવ આ વિકારો પોતાના દોષથી કરે છે તેથી તે સ્વકૃત છે, પણ તે સ્વભાવદષ્ટિના પુરુષાર્થ વડે પોતામાંથી ટાળી શકાય છે....... અશુદ્ધ નિશ્ચયનયથી તે સ્વકૃત છે અને ટાળી શકાય છે માટે નિશ્ચયનયથી તે પરકૃત છે ... પણ તે પરકૃતાદિ થઈ જતા નથી, માત્ર પોતામાંથી તે ટાળી શકાય છે એટલું જ તે દર્શાવે છે”
(પંચાધ્યાયી ગુજરાતી ઉત્તરાદ્ધ ગા. ૭ર નો ભાવાર્થ)
પંચાધ્યાયી ઉત્તરાદ્ધમાં” આ વિકારી ભાવને ગા. ૭૬માં તગુણાકૃતિ” કહેલ છે, ગા. ૧૦પમાં “તગુણાકારસંક્રાંતિ કહેલ છે, ગા. ૧૩૮માં “પરગુણાકાર-સ્વ ગુણમ્યુતિ કહેલ છે, તથા ગા. ૨૪૨ માં “સ્વસ્વરૂપચ્યત” કહેલ છે. વળી તે પર્યાયમાં પોતાનો જ દોષ છે, બીજા કોઈનો તેમાં જરાપણ હાથ કે દોષ નથી-એમ જણાવવા તેને ગા. ૬૦ અને ૭૬ માં
જીવ પોતે અપરાધવાન છે” એમ કહ્યું છે. માટે પરદ્રવ્ય કે કર્મનો ઉદય, જીવમાં વિકાર કરે-કરાવે છે એમ માનવું મિથ્યા છે. નિમિત્ત કારણ છે તે ઉપચરિત કારણ છે પણ વાસ્તવિક કારણ નથી, તેથી તેને ગા. ૩૫૧ માં “મહેતુવત'-“અકારણ સમાન” કહ્યું છે.
(પંચાધ્યાયી ઉતરાદ્ધ-ગુજ. અનુ ગા. ૭રનો ભાવાર્થ)
૮. વિકાર તે આત્મદ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાયસ્વભાવ છે, તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે.
જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com