________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૬ ) અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી; અન્ય દ્રવ્ય તેમનું નિમિત્તમાત્ર છે, કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે જેઓ એમ માને છે–એવો એકાંત કરે છે-કે “પદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, તેઓ નયવિભાગને સમજ્યા નથી, મિથ્યાષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્વમાં ઉપજે છે, પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે-એમ માનવું તે સમ્યજ્ઞાન છે.”
(શ્રી સમયસાર ગાથા-૩૭ર ભાવાર્થ) ૫. .. પરમાર્થથી આત્મા પોતાના પરિણામ સ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે. x x પરમાર્થથી પુદ્ગલ પોતાના પરિણામસ્વરૂપ એવા તે દ્રવ્યકર્મનું જ કર્તા છે, પરંતુ આત્માના કર્મસ્વરૂપ ભાવકર્મનું નહિ.”
(જાઓ પ્રવચનસાર ગા. ૧૨૨ ની ટીકા.) ૬. “..... જ્યાં સુધી સ્વરૂપનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો-પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો-કર્તા માનો, અને ભેદવિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાનઘન, સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત, એક જ્ઞાતા જ માનો, આમ એક જ આત્મામાં કર્તાપણું તથા અકર્તાપણું એ બન્ને ભાવો વિપક્ષાવશ સિદ્ધ થાય છે. આવો સ્યાદવાદ મત જૈનોનો છે.....આવું (સ્યાદવાદ અનુસાર) માનવાથી પુરુષને સંસાર-મોક્ષ આદિની સિદ્ધિ થાય છે; સર્વથા એકાન્ત માનવાથી સર્વ નિશ્ચય વ્યવહારનો લોપ થાય છે.”
(શ્રી સમયસાર કલશ ૨૦૫ નો ભાવાર્થ )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com