________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૫) (પોતાના ઉપાદાન કારણથી) અષ્ટકર્મરૂપ ભાવને પ્રાપ્ત કરે છે.
“જેમ ચંદ્ર વા સૂર્યના પ્રકાશનું નિમિત્ત પામી સંધ્યાના સમયે આકાશમાં અનેક વર્ણ, વાદળ, ઇન્દ્રધનુષ, મંડલાદિક નાના પ્રકારના પુદ્ગલસ્કંધો, બીજા કોઈ કર્તાની અપેક્ષા રાખ્યા સિવાય (એટલે કે પોતાની શક્તિથી) જ અનેક પ્રકારે થઈ પરિણમે છે, તેમ જ જીવદ્રવ્યના અશુદ્ધ ચેતનાત્મક ભાવોનું નિમિત્ત પામી પુદ્ગલવર્ગણાઓ પોતાની જ શક્તિથી જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે કર્મદશારૂપ થઈ પરિણમે છે.”
(શ્રી પંચાસ્તિકાય ગાથા-૬૬ની હિંદી ટીકા) ૨. બંધપ્રકરણવશાત્ અશુદ્ધ નિશ્ચયનયથી, જીવના રાગાદિ વિભાવ-પરિણામને પણ (જીવન) સ્વભાવ કહેવામાં આવ્યો છે.
(જુઓ, પંચાસ્તિકાય-ગાથા ૬પની
શ્રી જયસેનાચાર્યકૃત સં. ટીકા) ૩. “જો કે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું, પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અજવસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે...” (શ્રી સમયસાર ગાથા ૮૯ ની ટીકા)
૪. “આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાનાં જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચયનયથી વિચારવામાં આવે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com