________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૪ ) પરિણામનાં નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થ દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્ય દ્રવ્ય કર્તા નથી.”
(શ્રી સમયસાર ગાથા ૧૦૦નો ભાવાર્થ) જે આવી રીતે આત્માનું સ્વરૂપ સમજે છે તેને સંયોગની પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવના સામર્થ્યનું ભાન હોવાથી સ્વસમ્મુખતા પ્રાપ્ત થાય છે.
જે પુરુષ એ રીતે “કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ છે”—એમ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે પરિણમતો નથી, તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરે છે; પરંતુ અન્ય કોઈ (પુરુષ) એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરતો નથી.”
( શ્રી પ્રવચનસાર ગાથા ૧ર૬ ટીકા) પ્ર. ૩૬૭-જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે કે કેમ? ઉ. હા; કારણ કે -
૧. “ બંધાયેલાં દ્રવ્યકર્મોનું *નિમિત્ત પામી જીવ પોતાની અશુદ્ધ ચૈતન્યશક્તિ દ્વારા રાગાદિ ભાવોનો (વિકારોનો) કર્તા બને છે, ત્યારે (તે જ સમયે) પુદ્ગલદ્રવ્ય, રાગાદિ ભાવોનું * નિમિત્ત પામીને પોતાની શક્તિથી
* ઉપાદાનથી થતું આ કાર્ય વિકારી છે, સ્વભાવભાવ નથી; પણ અવસ્તુભાવ છે-એમ બતાવવા તથા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે “નિમિત્ત પામીને” (એ) શબ્દ વાપરવામાં આવે છે.
(જુઓ–હિન્દી આત્માવલોકન-પૃષ્ઠ ૫૫)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com