________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૩) ૪. “વ્યવહારનયથી (લોકો) માને છે કે જગતમાં આત્મા, ઘડો, કપડું, રથ, ઈત્યાદિ વસ્તુઓને, વળી ઈન્દ્રિયોને, અનેક પ્રકારનાં ક્રોધાદિ દ્રવ્યકર્મોને અને શરીરાદિ નોકર્મોને કરે છે.” (શ્રી સમયસાર ગાથા ૯૮) પણ આવું માનવું તે વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ-અજ્ઞાન) છે, કારણ કે
જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે; માટે આત્મા વ્યાપ્ય-વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.” (શ્રી સમયસારગાથા-૯૯ ટીકા)
યોગ એટલે તમન-વચન-કાયના નિમિત્તથી) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય, પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.
તાત્પર્ય એ છે કે - “દ્રવ્યદૃષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી, પરંતુ પર્યાયદષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે, તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યનાં પરિણામ અન્ય દ્રવ્યનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com