________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૨). શરીરાદિ નોકર્મનો કદી પણ કર્તા છે જ નહિ; કારણ કે - १. “ अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमंजसा।
ચાર્વર્તાત્માત્મમાવસ્ય પરમાવસ્થ ન વિતા દ્દશા” અર્થ- આ રીતે ખરેખર પોતાને અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ કરતો આત્મા પોતાના જ ભાવનો કર્તા છે; પરભાવનો (પુદ્ગલ ભાવોનો) કર્તા તો કદી નથી.
(શ્રી સમયસાર કલશ-૬૧) २ आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम्।।६२।।
અર્થ- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય (જાણવા સિવાય) બીજાં શું કરે? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું છે તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે.
(શ્રી સમયસાર-કલશ ૬૨) ૩. “પ્રથમ તો આત્માનો પરિણામ ખરેખર પોતે આત્મા જ છે, કારણ કે પરિણામી પરિણામના સ્વરૂપનો કરનાર હોવાને લીધે પરિણામથી અનન્ય છે; અને જે તેનો (આત્માનો) તથાવિધ પરિણામ છે તે જીવમયી જ ક્રિયા છે.......અને વળી જે (જીવમયી) ક્રિયા છે તે આત્માવડ સ્વતંત્રપણે પ્રાપ્ય હોવાથી કર્મ છે, માટે પરમાર્થથી આત્મા પોતાના પરિણામસ્વરૂપ એવા તે ભાવકર્મનો જ કર્તા છે, પરંતુ પુદ્ગલપરિણામસ્વરૂપ દ્રવ્યકર્મનો નહિ.”
( શ્રી પ્રવચનસાર-ગાથા ૧રરની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com