________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૩૯ ) ઉપલબ્ધ કરતું નથી, તેમ આત્મા પણ પ્રદેશની અપેક્ષાએ સ્વકર્મ અનુસાર પરિણમતો થકો પોતાના અમૂર્તપણારૂપ સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી અને ભાવની અપેક્ષાએ સ્વકર્મરૂપે પરિણમતો થકો ઉપરાગ વિનાની વિશુદ્ધિવાળાપણારૂપ પોતાના સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી. આથી એમ નિર્ધાર થાય છે કે મનુષ્યાદિ પર્યાયોમાં જીવોને પોતાના જ દોષથી પોતાના સ્વભાવની અનુપલબ્ધિ છે, કર્માદિક બીજા કોઈ કારણથી નહિ. “કર્મ જીવના સ્વભાવનો પરાભવ કરે છે” એમ કહેવું તે તો ઉપચારકથન છે, પરમાર્થે એમ નથી.”
(શ્રી પ્રવચનસાર-ગાથા ૧૧૮નો ભાવાર્થ) પ્ર. ૩૬૮-વિકારભાવ અહેતુક છે કે સહેતુક? ઉ. નિશ્ચયથી વિકારીભાવ અહેતુક છે, કેમકે દરેક દ્રવ્ય પોતાનું
પરિણમન સ્વતંત્રપણે કરે છે, પણ વિકારી પર્યાય વખતે નિમિત્તનો આશ્રય હોય છે તેથી વ્યવહારનયે તે સહેતુક છે.
.... પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ, તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચય નથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય-એ પરમાર્થ છે, અભેદદષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com