________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः श्रीसद्गुरुदेवाय।
# પ્રકાશકીય નિવેદન ક
અધ્યાત્મવિદ્યાની ગંગોત્રી, સ્વાત્માનુભવી સંત, પૂજ્ય સદ્દગુરુદેવશ્રી કાનજીસ્વામીએ આ યુગમાં અધ્યાત્મની ગંગા વહેવડાવી છે; અને સ્વાત્માનુભવી સંત પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબેને પોતાની અનુભવવાણી દ્વારા આ અધ્યાત્મગંગાના નીરની નિર્મળતાને અચળ રાખેલ છે.
તે અધ્યાત્મવિદ્યાને આબાળગોપાળ સૌ સારી રીતે સમજી શકે તે હેતુએ વસ્તુસ્વરૂપ, મોક્ષમાર્ગ વગેરે સમજાવનારા પાયાના સિદ્ધાંતોને પ્રશ્નોત્તરરૂપે મૂકતાં વસુસ્પષ્ટતા સહજ થઈ શકે; આથી સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટે આ શ્રી જૈન સિદ્ધાંતપ્રશ્નોત્તરમાળા” છપાવેલ.
આ પુસ્તક ઘણા સમયથી અપ્રાપ્ય હોવાથી, અને શિક્ષણવર્ગ વગેરેમાં ઉપયોગી હોઈ અગાઉની આવૃત્તિ પ્રમાણે ફરીથી ટ્રસ્ટ તરફથી છપાવવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com