________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૫) તે જ નિગ્રંથ-દિગંબર મુનિ ગુરુ છે, માટે જેને સંવરનિર્જરાના સ્વરૂપની સાચી શ્રદ્ધા છે તેને સાચા ગુરુની
શ્રદ્ધા છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-૯ મો અધિકાર) ૩. જીવતત્ત્વનો સ્વભાવ રાગાદિ ઘાતરહિત શુદ્ધ ચૈતન્યપ્રાણમય છે, તે સ્વભાવસહિત અહિંસાધર્મ છે, માટે જેને શુદ્ધ જીવતત્ત્વની શ્રદ્ધા છે તેને (નિજ આત્માના) અહિંસા-ધર્મની શ્રદ્ધા છે.
(વિદ્ધજ્જનબોધક ભાગ ૧, પા. ૭૯.) પ્ર. ૧૪૬-સમ્યકત્વ કોને કહે છે? ઉ. ૧. જે ગુણની નિર્મળદશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો
પ્રતિભાસ થાય, અખંડ જ્ઞાયકસ્વભાવની પ્રતીતિ થાય. ૨. સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ થાય. ૩. જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય. ૪. સ્વ-પરનું શ્રદ્ધાન થાય. ૫. આત્મશ્રદ્ધાન થાય.
તેને સમ્યકત્વ કહે છે. આ લક્ષણોથી અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. (તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે, સમ્યગ્દર્શન
અને મિથ્યાદર્શન તેના પર્યાયો છે.) પ્ર. ૧૪૭–સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધા કેવી થાય છે? ઉ. હું આત્મા છું, મારે રાગાદિક ન કરવા.
(મોક્ષમાર્ગ પ્રકાશક-પૃ. ૩૧૪.) પ્ર. ૧૪૮–તો પછી સમ્યગ્દષ્ટિ જીવ વિષયાદિકમાં કેમ પ્રવર્તે છે? ઉ. સમ્યગ્દર્શન થયા પછી પણ ચારિત્રગુણનો પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com