________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૯૬) નબળો હોવાથી જેટલા અંશે ચારિત્રમોહના ઉદયમાં જોડાય છે તેટલા અંશે તેને રાગાદિ થાય છે, પણ તે પરવસ્તુથી રાગાદિનું થવું માનતો નથી. સમ્યગ્દષ્ટિ જીવને દેહાદિ પર
પદાર્થ દ્રવ્યકર્મ તથા શુભાશુભ રાગમાં એકત્વબુદ્ધિ હોતી નથી. પ્ર. ૧૪૯-સમ્યગ્દર્શન થયા પછી દેશચારિત્ર અથવા સકળ
ચારિત્રનો પુરુષાર્થ ક્યારે પ્રગટે છે? ઉ. ધર્મી જીવ પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં તથા વૈરાગ્ય
આદિની ભાવનામાં (એકાગ્રતામાં) જેમ જેમ વિશેષ ઉપયોગને લગાવે છે તેમ તેમ તેના બળથી ચારિત્રમોહ મંદ થતો જાય છે. એ પ્રમાણે યથાર્થ પુરુષાર્થ વધતાં દેશચારિત્ર પ્રગટે છે અને વિશેષ શુદ્ધિ થતાં સકળચારિત્રનો પુરુષાર્થ
પ્રગટ થાય છે. પ્ર. ૧૫૦-સમ્યક્રચારિત્ર પ્રગટ કર્યા પછી ધર્મી જીવ શું કરે છે? ઉ. ૧. એકાકાર નિજ જ્ઞાયકસ્વભાવમાં વિશેષ-વિશેષ રમણતા
કરતાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એ રીતે ધર્મપરિણતિની વૃત્તિ અનુસાર શુદ્ધતા વધતી જાય છે અને શુદ્ધતાના પ્રમાણમાં ઘાતિ કર્મોનાં સ્થિતિ-અનુભાગ સ્વયં ઘટે છે અને ક્રમે-ક્રમે આગળ વધતાં પૂર્ણ વીતરાગતા પ્રગટે છે
અને ત્યારે દ્રવ્યમોહકર્મનો પણ સ્વયં નાશ થાય છે. ૨. ત્યારપછી પરિણામ વિશેષ શુદ્ધ થતાં કેવળજ્ઞાન પ્રગટ
થાય છે, ત્યાં ત્રણ ઘાતિકર્મોનો સ્વયં નાશ થાય છે. પછી બાકીના ગુણોના પર્યાયોની પૂર્ણ શુદ્ધતા થતાં અઘાતિ કર્મોનો પણ સ્વયં નાશ થાય છે અને જીવ
સિદ્ધપદને પામે છે. પ્ર. ૧૫૧-નિશ્ચય અને વ્યવહાર એવા-બે પ્રકારનાં સમ્યગ્દર્શન છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com