SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૪) ૪. ત્યાર પછી એક સ્વમાં સ્વપણું માનવા અર્થે સ્વરૂપનો વિચાર કર્યા કરવો, કારણ કે એ અભ્યાસથી આત્મઅનુભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અનુક્રમથી તેને અંગીકાર કરી પછી તેમાંથી જ કોઈ વેળા દેવાદિના વિચારમાં, કોઈ વેળા તત્ત્વ વિચારમાં કોઈ વેળા સ્વ-૫૨ના વિચારમાં તથા કોઈ વેળા આત્મવિચારમાં ઉપયોગને લગાવવો. એ પ્રમાણે અભ્યાસથી દર્શનમોહ મંદ થતો જાય છે અને જીવ એ પુરુષાર્થ ચાલુ રાખે તો એ જ અનુક્રમથી તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ ૩૩૦) પ્ર. ૧૪૪–એ ક્રમ ન સ્વીકારે તો શું થાય ? ઉ. એ ક્રમનું ઉલ્લંઘન કરે એવા જીવને દેવાદિકની માન્યતાનું પણ કાંઈ ઠેકાણું રહેતું નથી. પોતાને તે જ્ઞાની માને પણ એ બધી ચતુરાઈની વાતો છે; માટે જ્યાં સુધી જીવને સાચા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્રમથી ઉ૫૨ કહ્યા પ્રમાણે કાર્ય કરવું જોઈએ. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૨૯) પ્ર. ૧૪૫–સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધામાં દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા કેવી રીતે આવી જાય છે? ઉ. ૧. મોક્ષતત્ત્વ સર્વજ્ઞ-વીતરાગસ્વભાવ છે, તેના ધારક શ્રી અરહંત-સિદ્ધ છે તે જ નિર્દોષ દેવ છે, માટે જેને મોક્ષતત્ત્વની શ્રદ્ધા છે તેને સાચા દેવની શ્રદ્ધા છે. ૨. સંવ-નિર્જરા નિશ્ચયરત્નત્રયસ્વભાવ છે, તેના ધારક ભાવલિંગી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy