SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૯૩) ઉ. ના; મોક્ષમાર્ગ પરમ નિરપેક્ષ છે, એ તો સમ્યક એકાંત છે. પ્ર. ૧૪૦- તો મોક્ષમાર્ગને સમ્યક્રઅનેકાંત શી રીતે લાગુ પડે ? ઉ. મોક્ષમાર્ગ પરથી પરમ નિરપેક્ષ છે અને સ્વથી પરમ સાપેક્ષ છે, તેમ જાણવું તે સમ્યફ અનેકાંત છે. પ્ર. ૧૪૧- દેવાદિક તથા તત્ત્વાદિકનો નિર્ધાર (નિર્ણય) અત્યારે થઈ શકે ? ઉ. હા; પ્રમાદ છોડી સાચો ઉદ્યમ કરે તો તે બધાનો સાચો નિર્ણય થઈ શકે છે. જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધ કહે તો જીવને પોતાને જ તે ભાસી જાય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક-પૃષ્ઠ રર૧-૩૦૪ ) પ્ર. ૧૪૨-પ્રયોજનભૂત તત્ત્વોને જીવ યથાર્થ જાણે-માને તો તેને શું લાભ થાય? ઉ. જો તેને યથાર્થ જાણે-શ્રદ્ધે તો તેને સાચો સુધાર થાય છે. ' અર્થાત્ તેથી તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્ર. ૧૪૩- જીવને ધર્મ સમજવા માટેનો ક્રમ શો છે? ઉ. ૧. પ્રથમ તો પરીક્ષા વડે કુદેવ, કુગુરુ અને કુધર્મની માન્યતા છોડી, અરહંતદેવાદિકનું શ્રદ્ધાન કરવું, કારણ કે એનું શ્રદ્ધાન કરતાં ગૃહીત-મિથ્યાત્વનો અભાવ થાય છે. ૨. પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો, તેનાં નામ-લક્ષણાદિ શીખવાં, કારણકે તેના અભ્યાસથી તત્ત્વશ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. ૩. પછી સ્વ-પરનું ભિન્નપણું જેથી ભાસે તેવા વિચારો કર્યા કરવા, કારણ કે એ અભ્યાસથી ભેદવિજ્ઞાન થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy