SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૫૯) થાય છે કે ગતિક્રિયા, જીવની ઈચ્છાનુસાર થઈ શકી નહિ. વાસ્તવિક રીતે જોઈએ તો શરીર અને જીવની ક્રિયાવતી શક્તિની તે સમયની યોગ્યતા જ તેવી હતી તેથી તે પ્રમાણે ગતિ થઈ. પ્ર. ૩૯૧-શીધ્ર ગતિ કરતી મોટરાદિ તો તેમાં નિમિત્તમાત્ર છે; પણ પુદ્ગલ-કર્મ, મન-વચન-કાય, ઇન્દ્રિયોનો ભોગ, ધન, ઘરનાં માણસો, મકાન ઈત્યાદિ જીવને રાગ-દ્વેષરૂપ પરિણામ કરવામાં પ્રેરક છે? ઉ. છએ દ્રવ્યો બધાં પોતપોતાના સ્વરૂપથી સદા અસહાય (સ્વતંત્ર) પરિણમન કરે છે; કોઈ દ્રવ્ય કોઈનું પ્રેરક કદી નથી; તેથી કોઈ પણ પારદ્રવ્ય રાગ-દ્વેષનું પ્રેરક નથી, પરંતુ જીવનો મિથ્યાત્વમોહરૂપ ભાવ છે તે જ (અનંતાનુબંધી) રાગ-દ્વેષનું કારણ છે. ( જુઓ, પ્રકરણ ૫, પ્રશ્ન ૩૩૧ નો ઉત્તર-૯). પ્ર. ૩૯ર-પુદ્ગલકર્મની જોરાવરીથી જીવને રાગ દ્વેષ કરવો પડે છે; પુદ્ગલ દ્રવ્ય, કર્મોના વેષ ધારણ કરી જ્યાં-જ્યાં બળ કરે છે ત્યાં ત્યાં જીવને રાગ-દ્વેષ અધિક થાય છે એ વાત સત્ય છે? ઉ. ના; કારણ કે જગતમાં પુદ્ગલનો સંગ તો હંમેશા રહે છે. જો તેની જોરાવરીથી જીવને રાગાદિ વિકાર થાય તો શુદ્ધભાવરૂપ થવાનો કદી અવસર આવી શકે નહિ; તેથી એમ સમજવું જોઈએ કે શુદ્ધ યા અશુદ્ધ પરિણમન કરવામાં ચેતન સ્વયં સમર્થ છે. (સમયસાર નાટક-સર્વવિશુદ્ધ દ્વાર, કાવ્ય ૬૧ થી ૬૬.). Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy