________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૧૫૮ )
!!
“ नाज्ञो विज्ञत्वमायाति विज्ञो नाज्ञत्वमृच्छति । निमित्तमात्रमन्यस्तु गर्तर्धर्मास्तिकायवत्।।
1;
અર્થ:- અજ્ઞાની વિશેષ પ્રકારના જ્ઞાનભાવને પ્રાપ્ત કરતો નથી અને વિશેષ જ્ઞાની અજ્ઞાનપણાને પ્રાપ્ત કરતો નથી. ગતિને જેમ ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ અન્ય તો નિમિત્તમાત્ર છે.
ભાવાર્થ:- ‘તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિને અયોગ્ય અભવ્યાદિ જીવો, ધર્માચાર્યાદિકોના હજારો ઉપદેશોથી પણ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી.'
66
કાર્યની ઉત્પત્તિ કરવાને માટે કોઈ પણ પ્રયત્ન, સ્વાભાવિક ગુણની અપેક્ષા કર્યા કરે છે. સેંકડો વ્યાપારોથી (પ્રયત્નોથી ) પણ બગલો પોપટની જેમ ભણાવી શકાતો નથી.”
અહીં શંકા એ થાય છે કે એમ તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. આ વિષયમાં જવાબ એ છે કે-અન્ય જે ગુરુ આદિક તથા શત્રુ આદિક છે તે પ્રકૃત કાર્યના ઉત્પાદનમાં તથા વિધ્વંસન (નાશ) માં ફક્ત નિમિત્તમાત્ર છે. વાસ્તવમાં કોઈ કાર્ય થવામાં વા બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત્ સાધક હોય છે.
(ઇષ્ટોપદેશ-ગા. ૩૫ની ટીકા-પા. ૪૨-૪૩) પ્ર. ૩૯૦-કોઈ વખત પ્રે૨ક નિમિત્તો જેવાં કે શીઘ્ર ગતિ કરતી મોટર, ટ્રેન આદિથી અનિચ્છિત સ્થાને ગતિ આદિ જોવામાં આવે છે, તેથી પ્રેરક નિમિત્તોને આધીન ઉપાદાનને પરિણમવું પડે છે એ બરોબર છે?
ઉ. ના; પ્રશ્નમાં આપેલાં પ્રેક નિમિત્તોને આધીન ઉપાદાનને પરિણમવું પડે છે એમ નથી, પરંતુ એટલું નક્કી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com