SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (દર ) ભાવબલપ્રાણ જીવના વીર્યગુણનો પર્યાય છે. દ્રવ્યબલપ્રાણ પુદ્દગલોનો પર્યાય છે. પ્ર. ૧૭૯–ભાવેન્દ્રિયના કેટલા ભેદ છે ? ઉ. પાંચ ભેદ છે:- જીવની ભાવસ્પર્શનેન્દ્રિય, ૨સનેન્દ્રિય ધાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને કર્મેન્દ્રિય-તે લબ્ધિ અને ઉપયોગરૂપ છે. પ્ર. ૧૮૦–ભાવબલપ્રાણના કેટલા ભેદ છે? ઉ. ત્રણ ભેદ છે–મનબલ, વચનબલ અને કાયબલ. પ્ર. ૧૮૧- વૈભાવિક શક્તિ કોને કહે છે ? ઉ. આ એક વિશેષ ભાવવાળો ગુણ છે. તે ગુણના કારણે પરદ્રવ્ય ( નિમિત્ત )ના સંબંધપૂર્વક, સ્વયં પોતાની યોગ્યતાથી અશુદ્ધ પર્યાયો થાય છે. આ વૈભાવિક શક્તિ નામનો ગુણ, જીવ અને પુદ્ગલ આ બે દ્રવ્યોમાં જ છે, બાકીના ચાર દ્રવ્યોમાં નથી. જીવના ગુણોમાં સ્વયંસિદ્ધ એક વૈભાવિક શક્તિ છે. તે જીવની સંસાર અવસ્થામાં પોતાના કારણે પોતે જ ( અનાદિ કાળથી ) વિકૃત થઈ રહી છે. (પંચાધ્યાયી ભા. ૨, ગા. ૯૪૬) મુક્ત અવસ્થામાં વૈભાવિક શક્તિનું શુદ્ધ પરિણમન થાય છે. (પંચાધ્યાયી ભા. ૨, ગા. ૮૧) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy