________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
(૯૪)
ત્યાં પરમાવગાઢ સમ્યક્ત્વ કહ્યું છે; પણ પૂર્વે શ્રદ્ધાન કર્યું હતું તેને જો જૂઠું જાણ્યું હોત તો ત્યાં અપ્રતીતિ થાત, પરંતુ જેવું સાત તત્ત્વોનું શ્રદ્ધાન છદ્મસ્થને થયું હતું તેવું જ કેવળી–સિદ્ધભગવાનને પણ હોય છે, માટે જ્ઞાનાદિકની હીનતા, અધિકતા હોવા છતાં પણ તિર્યંચાદિક અને કેવલી સિદ્ધભગવાનને સમ્યક્ત્વગુણ તો સમાન જ કહ્યો.
1;
(મોક્ષમાર્ગપ્રકાશક-અધિકા૨ નવમો-૫ા. ૩૨૩)
પ્ર. ૨૯૩ –ભગવાનનો દિવ્યધ્વનિ શું છે ?
ઉ. દિવ્યધ્વનિ તે પુદ્દગલ દ્રવ્યનો પર્યાય છે. તેરમા ગુણસ્થાનવર્તી શ્રી અદ્વૈતદેવની જે ઉપદેશાત્મક ભાષાવર્ગણા નીકળે છે તેને દિવ્યધ્વનિ કહે છે. ભગવાનનું આત્મદ્રવ્ય અખંડ વીતરાગભાવે અને અખંડ કેવળજ્ઞાનરૂપે પરિણમી ગયું હોવાથી, યોગના નિમિત્તે જે દિવ્યધ્વનિ છૂટે છે તે પણ અખંડ એટલે કે નિરક્ષર (અન્નક્ષર) સ્વરૂપ હોય છે.
ભગવાનનો દિવ્યધ્વનિ દેવ, મનુષ્ય, તિર્યંચ-સર્વે જીવો પોતપોતાની ભાષામાં પોતાના જ્ઞાનની યોગ્યતાનુસાર, સમજે છે. તે નિરક્ષર ધ્વનિને કાર ધ્વનિ પણ કહે છે. શ્રોતાઓના કર્ણપ્રદેશ સુધી તે ધ્વનિ ન પહોંચે ત્યાં સુધી તે અનક્ષર જ છે, અને જ્યારે તે શ્રોતાઓના કર્ણ વિષે પ્રાપ્ત થાય છે ત્યારે તે અક્ષરરૂપ થાય છે.
(જુઓ, ગોમ્મટસાર જીવકાંડ-ગા. ૨૨૭ની ટીકા )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com