________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ પહેલું
૧. દ્રવ્ય અધિકાર
પ્રશ્ન ૧ – વિશ્વ કોને કહે છે? ઉત્તર. - છ દ્રવ્યોના સમૂહને વિશ્વ કહે છે. પ્ર. ૨- દ્રવ્ય કોને કહે છે? ઉ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પ્ર. ૩-ગુણ કોને કહે છે? ઉ. દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં જે રહે તેને
ગુણ કહે છે. પ્ર. ૪-છ દ્રવ્યોનાં નામ શું? ઉ. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને
કાળ.
પ્ર. ૫-જીવ દ્રવ્ય કોને કહે છે? ઉ. જેમાં ચેતના અર્થાત્ જ્ઞાનદર્શનરૂપ શક્તિ હોય તેને જીવ
દ્રવ્ય કહે છે.
વિશ્વ સમસ્ત પદાર્થો-દ્રવ્ય-ગુણ-પર્યાય.
( શ્રી પ્રવચનસાર-ગાથા ૧૨૪ની કુટનોટ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com