________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩) પ્ર. ૬. -પુદ્ગલ દ્રવ્ય કોને કહે છે? ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ ગુણ હોય તેને પુદ્ગલ ' કહે છે. પ્ર. ૭-પુગલના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-એક પરમાણુ અને બીજા સ્કંધ. પ્ર. ૮-પરમાણુ કોને કહે છે ? ઉ. જેનો બીજો ભાગ થઈ શકે નહિ એવા સૌથી નાનામાં
નાના પુદ્ગલને પરમાણુ કહે છે. પ્ર. ૯-સ્કંધ કોને કહે છે? ઉ. બે અથવા બેથી વધારે પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. પ્ર. ૧૦-ધર્મદ્રવ્ય કોને કહે છે? ઉ. જે સ્વયં ગમન કરતાં જીવ અને પુગલોને ગમન કરવામાં નિમિત્ત હોય તેને ધર્મદ્રવ્ય કહે છે; જેમ સ્વયં ગમન કરતી
માછલીને ગમન કરવામાં પાણી. પ્ર. ૧૧-અધર્મદ્રવ્ય કોને કહે છે? ઉ. સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલા જીવ અને
* પુદ્ગલ શબ્દનો નિરુક્તિ અર્થ –
પુદ્ગલ-પૂરન્તિ નિયત્તિ તિ પુન: I
(જૈ. સિ. દર્પણ )
જે પૂરે-ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com