________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
(૧૬૧ )
ઉ. ૧. ઘટની ઉત્પત્તિમાં દંડ, ચક્ર, કુંભારાદિ પ્રેરક નિમિત્ત છે; કેમ કે દંડ, ચક્ર અને કુંભારનો હાથ ગતિમાન છે અને કુંભકાર તે સમયે ઘડો બનાવવાની ઈચ્છાવાળો છે; ધર્માસ્તિકાય અને ચક્રને ફરવા માટેની ખીલી-એ ઉદાસીન નિમિત્ત છે; પરંતુ એ બધાં નિમિત્તો માટીરૂપ ઉપાદાન પ્રત્યે (ધર્માસ્તિકાયવત્ ) ઉદાસીન કારણો છે.
૨. કોઈ મનુષ્ય ઘોડા ઉ૫૨ બહારગામ જાય છે. જેમાં ઘોડો ગતિમાન હોવાથી તે પ્રેરક નિમિત્ત છે અને ધર્માસ્તિકાય ઉદાસીન નિમિત્ત છે; પરંતુ એ નિમિત્તો ઉપાદાનરૂપ સવારી કરનાર મનુષ્ય પ્રત્યે (ધર્માસ્તિકાયવત ) ઉદાસીન કારણો છે.
[જે પ્રે૨ક નિમિત્ત કારણો છે તેઓ ગતિ કે ઇચ્છાપણું બતાવવા માટે પ્રેરણા કરે છે–એવું વ્યવહા૨થી કહેવામાં આવે છે, પણ ખરેખર કોઈ દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયને પ્રેરક થઈ શકતો નથી. ]
પ્ર. ૩૯૫-ભાવરૂપ નિમિત્ત અને અભાવરૂપ નિમિત્તના દષ્ટાંતો આપો.
66
ઉ. ૧ “ જેમ ઉત્તરંગ (ઉઠતા તરંગોવાળી) અને નિસ્તરંગ (તરંગ વિનાની ) અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાવ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્ધ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com