________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૨) અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસે
છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી.” . “તેવી રીતે સંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુગલકર્મના વિપાકનો સંભવ (ઉત્પતિ) અને અસભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્ય વ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી જીવ જ પોતે અંતર્થાપક થઈને સંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો.”
(શ્રી સમયસાર ગાથા ૮૩ ની ટીકા) [દષ્ટાંતમાં- પવનનું વાવું તે સભાવરૂપ નિમિત્ત છે અને પવનનું નહિ વાવું તે અભાવરૂપ નિમિત્ત છે.
| સિદ્ધાંતમાં પુદ્ગલ કર્મના વિપાકનો સંભવ છે સદ્ભાવરૂપ નિમિત્ત છે અને પુદ્ગલકર્મના વિપાકનો અસંભવ તે અભાવરૂપ નિમિત્ત છે.] પ્ર. ૩૯૬-કર્મના ઉદયથી જીવમાં ખરેખર વિકારભાવ થાય-એ
વિધાન બરોબર છે? ઉ. ૧. ના; કારણકે “જીવમાં થતા વિકારભાવ જીવ પોતે કરે
છે, ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે, પણ તે કર્મના રજકણોએ જીવને કાંઈ પણ કર્યું કે કાંઈ અસર કરી એમ માનવું તે સર્વથા મિથ્યા છે; (તેમજ જીવ વિકાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com