________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૮) શાસ્ત્રોમાં જ્યાં વ્યવહારસમ્યગ્દર્શનને નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ કહ્યું છે ત્યાં વ્યવહારસમ્યગ્દર્શનને અભાવરૂપ કારણ કહ્યું છે એમ સમજવું; તેના કારણે બે પ્રકારનાં છે-૧. નિશ્ચય અને ૨. વ્યવહાર. નિશ્ચય-કારણ તો અવસ્થારૂપે થનાર દ્રવ્ય પોતે છે અને વ્યવહાર-કારણ પૂર્વના પર્યાયનો વ્યય થાય છે તે છે.”
(ગુ. મોક્ષશાસ્ત્ર. અ. ૧, પરિ. ૧, પૃ. ૧૩૯ ) પ્ર. ૮૮-નિશ્ચયનયના આશ્રય વિના સાચો વ્યવહાર હોઈ શકે ? ઉ. ના.... “અજ્ઞાનીઓ વ્યવહારના આશ્રયે ધર્મ થાય એમ
માને છે, તેથી તેમનો વ્યવહારનય તે નિશ્ચયનય જ થઈ ગયો, એટલે અજ્ઞાનીને સાચા નય હોતા નથી.
સાધક જીવોને જ તેમના શ્રુતજ્ઞાનમાં નય પડે છે. નિર્વિકલ્પદશા સિવાયના કાળમાં જ્યારે તેમને શ્રુતજ્ઞાનના ભેદરૂપ ઉપયોગ નયપણે હોય છે ત્યારે, અને સંસારના કામમાં હોય કે સ્વાધ્યાય, વ્રત, નિયમાદિ કાર્યોમાં હોય ત્યારે, જે વિકલ્પો ઉઠે છે તે બધા વ્યવહારનયના વિષય છે; પરંતુ તે વખતે પણ તેમના જ્ઞાનમાં નિશ્ચયનય એક જ આદરણીય હોવાથી (અને વ્યવહારનય તે વખતે હોવા છતાં પણ તે આદરણીય નહિ હોવાથી) તેમની શુદ્ધતા વધે છે. એ રીતે સવિકલ્પદશામાં નિશ્ચયનય આદરણીય છે અને વ્યવહારનયા ઉપયોગરૂપ હોવા છતાં જ્ઞાનમાં તે જ વખતે ધ્યપણે છે. એ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય એ બન્ને સાધક જીવોને એકી વખતે હોય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com