________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૭) થયેલા બધા જીવોને કર્મરૂપ અંજનનો સંયોગ કરી તેમને સંસારમાં ફરીથી ફેંકે છે.”
સિદ્ધોને ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અંજનનો સંયોગ કદી હોતો નથી તેવું ‘નિરંજન' શબ્દથી પ્રતિપાદન કરી નૈયાયિકમતનું ખંડન કર્યું છે.
૪. આગમાર્થ – અનંતગુણાત્મક સિદ્ધપરમેષ્ઠી સંસારથી મુક્ત થયા છે-એ સિદ્ધાંતનો અર્થ પ્રસિદ્ધ છે.
૫. ભાવાર્થ:- નિરંજન જ્ઞાનમયી પરમાત્મા-દ્રવ્ય આદરણીય છે, ઉપાદેય છે-આવો ભાવ કથનમાં ગર્ભિત છે.
(જાઓ, “પરમાત્મપ્રકાશ' ગાથા ૧ ની ટીકા) ૨. સમ્યક શ્રુતજ્ઞાન વિના નિશ્ચય કે વ્યવહાર કોઈ નય હોઈ શકે નહિ; માટે પ્રથમ વ્યવહાર હોય અને પછી નિશ્ચય પ્રગટે-એ માન્યતા ભ્રમમૂલક છે. જીવ સ્વાશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટ કરે ત્યારે પૂર્વની સદેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાને (ભૂતનૈગમનયથી) વ્યવહાર- સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. પ્ર. ૮૭-શું વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ છે? ઉ. “ના વ્યવહારસમ્યગ્દર્શન તે નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ
નથી. વ્યવહારસમ્યગ્દર્શન તો વિકાર છે અને નિશ્ચયસમ્યગ્દર્શન તો શુદ્ધપર્યાય છે. વિકાર તે અવિકારનું કારણ કેમ થઈ શકે? એટલે વ્યવહારસમ્યગ્દર્શન નિશ્ચયસમ્યગ્દર્શનનું કારણ થઈ શકે નહિ; પણ તેનો વ્યય (અભાવ) થઈ નિશ્ચયસમ્યગ્દર્શનનો ઉત્પાદ, સુપાત્ર જીવોને પોતાના પુરુષાર્થથી થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com