________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૬) ये जाता ध्यानाग्निना कर्मकलङ्कानि दग्ध्वा। नित्यनिरञ्जनज्ञानमयास्तान् परमात्मनः नत्वा।।२।।
(પરમાત્મપ્રકાશ) ૧. શબ્દાર્થ – (૨) જે (ધ્યાનાનિના) ધ્યાનરૂપી અગ્નિથી (વર્મનડ્ડાનિ) કર્મરૂપી મેલને ( ધ્ધા) ભસ્મ કરીને (નિત્યનિરવજ્ઞાનમયા: નાતા:) નિત્ય, નિરંજન અને જ્ઞાનમયી થયા (તાન) તે (પરમાત્મા:) સિદ્ધોને (ના) નમસ્કાર કરીને.......
૨. નયાર્થ:- (વર્માનિ ધ્વા પરમાત્મ: નાતા:) કર્મમલ ભસ્મ કરી સિદ્ધ થયા - આ પર્યાયાર્થિક નયની મુખ્યતાથી કથન છે. એનો અર્થ એ છે કે તેમણે પહેલાં કદી સિદ્ધપર્યાય પ્રાપ્ત કર્યો ન હતો તે હવે તેમણે કર્મનો નાશ કરી પ્રાપ્ત કર્યો. દ્રવ્યાર્થિકનયથી તો તેઓ શક્તિની અપેક્ષાએ સદા શુદ્ધ, બુદ્ધ (જ્ઞાન) સ્વભાવે હતા જ, અર્થાત્ શુદ્ધનયથી તેઓ શક્તિરૂપ શુદ્ધ હતા જ, તે હવે પર્યાયાર્થિકનયથી વ્યક્તિરૂપ શુદ્ધ થયા (સિદ્ધપર્યાયરૂપ થયા.)
૩. મતાર્થ - (નિત્યનિરક્ષરજ્ઞાનમય:) “નિત્ય, નિરંજન અને જ્ઞાનમય'-આ કથનમાં “નિત્ય' વિશેષણ, એકાંતવાદી બૌદ્ધો જે આત્માને ક્ષણિક માને છે તેમના મતનો પરિહાર કરે છે.
“નિરંજન' વિશેષણ નૈયાયિકોના મતનું ખંડન કરે છે. તેઓ માને છે કે, “કલ્પકાલ પૂરો થતાં બધું જગત શૂન્ય થાય છે, અને તે સમયે બધા જીવો મુક્ત થઈ જાય છે, ત્યારે સદાશિવને જગત્ ઉત્પન્ન કરવાની ચિંતા થાય છે, અને મુક્ત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com