________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૦) તેરમું સયોગકેવળી ગુણસ્થાન યોગોના સદભાવની અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ સયોગ અને કેવળજ્ઞાનના સભાવથી સયોગકેવળી છે. આ ગુણસ્થાનમાં સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે, પરંતુ બધા ગુણોના ચારિત્રની પૂર્ણતા ન હોવાથી મોક્ષ થતો નથી.
ચૌદમું અયોગીકેવળી ગુણસ્થાન યોગના અભાવની અપેક્ષાએ છે, તેથી તેનું નામ અયોગકેવળી છે. આ ગુણસ્થાનને અંતે સમ્મચારિત્રની પૂર્ણતા થઈ જાય છે, આ ગુણસ્થાનથી મોક્ષ પણ હવે દૂર રહ્યો નથી, અર્થાત્ અ, ઈ, ઉં, , અને પાંચ હસ્વ સ્વરોનો ઉચ્ચાર કરવામાં જેટલો
સમય લાગે છે તેટલા જ વખતમાં મોક્ષ થઈ જાય છે. પ્ર. ૨૦૭-(૧) મિથ્યાત્વ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? ઉ. મિથ્યાત્વ પ્રકૃત્તિના ઉદયમાં જોડાવાથી અતત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામ વિશેષને મિથ્યાત્વગુણસ્થાન કર્યું છે. આ ગુણસ્થાનમાં રહેવાવાળો જીવ વિપરીત શ્રદ્ધાન કરે છે, અને સાચા ધર્મ તરફ તેની રુચિ (પ્રીતિ) હોતી નથી; જેમકે પિત્તજ્વરવાળા રોગીને દૂધ વગેરે રસ કડવા લાગે
છે, તેવી જ રીતે તેને પણ સત્યધર્મ સારો લાગતો નથી. પ્ર. ૨૦૮-(૨) સાસાદનગુણસ્થાન કોને કહે છે? ઉ. પ્રથમોપશમ સમ્યકત્વના કાળમાં જ્યારે વધારેમાં વધારે છે
આવલી અને ઓછામાં ઓછો એક સમય બાકી રહે તે સમયમાં કોઈ એક અનન્તાનુબંધી કષાયના ઉદયમાં જોડાતા જેનું સમ્યકત્વ નાશ થઈ ગયું છે એવો જીવ સાસાદન ગુણસ્થાનવાળો થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com