________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧૯). તેથી અગિયારમા ગુણસ્થાનમાં પથમિકભાવ થાય છે. જો કે અહીં ચારિત્રમોહનીયકર્મનો પૂર્ણપણે ઉપશમ થઈ ગયો છે, તોપણ યોગનો સદ્ભાવ હોવાથી પૂર્ણ ચારિત્ર નથી. કેમકે સમ્યક્રચારિત્રના લક્ષણમાં યોગ અને કષાય વગેરેના અભાવથી પૂર્ણ સમ્યક્રચારિત્ર થાય છે.
બારમું ક્ષણમોહ ગુણસ્થાન આત્માના પુરુષાર્થથી પ્રગટે ત્યારે ચારિત્રમોહનીયકર્મનો સ્વયે ક્ષય થાય છે; તેથી અહીં ક્ષાયિકભાવ થાય છે. આ ગુણસ્થાનમાં પણ અગિયારમાં ગુણસ્થાનની માફક સમ્મચારિત્રની પૂર્ણતા નથી. સમ્યજ્ઞાન જો કે ચોથા ગુણસ્થાનમાં જ પ્રગટ થઈ ગયું હોય છે.
ભાવાર્થ- જો કે આત્માના જ્ઞાનગુણનો ઉઘાડ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી રહ્યો છે તો પણ મિથ્યા માન્યતાના કારણે તે જ્ઞાન મિથ્યારૂપ હતું. પરંતુ ચોથા ગુણસ્થાનમાં
જ્યારે નિશ્ચયસમ્યગ્દર્શન પ્રગટયું ત્યારે તે જ આત્માનો જ્ઞાનપર્યાય સમ્યજ્ઞાન કહેવાવા લાગ્યો અને પંચમાદિ ગુણસ્થાનોમાં તપશ્ચરણાદિના નિમિત્તના સંબંધે અવધિ, મન:પર્યયજ્ઞાન પણ કોઈ કોઈ જીવને પ્રગટ થઈ જાય છે. તથાપિ કેવળજ્ઞાન થયા વિના સમ્યજ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી, તેથી બારમા ગુણસ્થાન સુધી જોકે સમ્યગ્દર્શનની પૂર્ણતા થઈ ગઈ છે, (કેમકે, ક્ષાયિક સમ્યકત્વ વગર ક્ષપકશ્રેણી ચઢાતી નથી અને ક્ષપકશ્રેણી વિના બારમા ગુણસ્થાને જવાય નહિ ) તો પણ સમ્યજ્ઞાન અને સમ્યક્ઝારિત્રગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી અત્યાર સુધી મોક્ષ થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com