SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૯) જે સમય છે તે જ નવીન પર્યાયના ઉત્પાદનો સમય છે. દૂધનો વિનાશ અને દહીંનો ઉત્પાદ ભિન્ન કાલવર્તી નથી. આ પ્રમાણે ઉત્પાદ અને વ્યય એકકાલવર્તી સિદ્ધ થતાં સત્ યુગપટ્ટ ઉત્પાદાદિ ત્રયાત્મક સિદ્ધ થાય છે.” (૫. ફૂલચંદજી સંપાદિત-પંચાધ્યાયી-પ્રથમ અધ્યાય, પાનું ૨૧, ગા. ૮૫ થી ૯૬ નો વિશેષાર્થ) ૪. દરેક દ્રવ્ય સદાય સ્વભાવમાં રહે છે તેથી “સત્ય” છે. તે સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ પરિણામ છે. જેમ દ્રવ્યના વિસ્તારનો નાનામાં નાનો અંશ તે પ્રદેશ છે, તેમ દ્રવ્યના પ્રવાહનો નાનામાં નાનો અંશ તે પરિણામ છે. દરેક પરિણામ સ્વ-કાળમાં પોતાના રૂપે ઊપજે છે, પૂર્વ રૂપથી નાશ પામે છે અને સર્વ પરિણામોમાં એક પ્રવાહપણું હોવાથી દરેક પરિણામ ઉત્પાદ-વિનાશ વિનાનો એકરૂપ–ધ્રુવ રહે છે. વળી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં સમયભેદ નથી, ત્રણે ય એક જ સમયે છે. આવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક પરિણામોની પરંપરામાં દ્રવ્ય સ્વભાવથી જ સદાય રહેતું હોવાથી દ્રવ્ય પોતે પણ, મોતીના હારની માફક, ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યાત્મક છે.” ( શ્રી પ્રવચનસાર-પા. ૯૯નો ભાવાર્થ) ૫. “બીજ, અંકુર અને વૃક્ષત્વ એ વૃક્ષના અંશો છે. બીજનો નાશ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રૌવ્ય (ધ્રુવપણું ) ત્રણે એકી સાથે છે. આ રીતે નાશ બીજને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy