________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૬ ) કર્મ સ્વરૂપ-પરરૂપની અપેક્ષાએ અતિ નાસ્તિ અને સ્વરૂપ પરરૂપના યુગપક્ષણાની અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
સ્યાત્ અસ્તિ” અને “સ્યાત્ નાસ્તિ”—એ બન્ને ભંગ દ્વારા જીવ ક્રમથી વક્તવ્ય છે, પણ યુગપદ્ વક્તવ્ય નથી, તેથી આ ભંગ અસ્તિનાસ્તિ અવક્તવ્ય કહેવાય છે.
[સ્યાદવાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધના અહંસર્વજ્ઞનું અસ્મલિત શાસન છે. તે બધું અનેકાન્તાત્મક છે-એમ ઉપદેશે છે. તે વસ્તુના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરાવે છે. તે સંશયવાદ નથી. કેટલાક કહે છે કે સ્યાદવાદ વસ્તુને નિત્ય અને અનિત્ય વગેરે બે પ્રકારે બન્ને પક્ષથી કહે છે. માટે સંશયનું કારણ છે; પણ તે ખોટું છે. અનેકાન્તમાં તો બન્ને પક્ષ નિશ્ચિત છે તેથી તે સંશયનું કારણ નથી.] (જાઓ, શ્રી પ્રવચનસાર-ગાથા ૧૧પ ની ટીકા, મોક્ષશાસ્ત્ર-ગુ અ ૪ નો ઉપસંહાર અને સ્વામી
કાર્તિકયાનુપ્રેક્ષા-ગા. ૩૧૧-૧ર નો ભાવાર્થ.) પ્ર. ૧૧૧ સિદ્ધ ભગવાનને કોઈ અપેક્ષાએ સુખનું પ્રગટપણું
અને કોઈ અપેક્ષાએ દુઃખનું પ્રગટપણું માનવું તે અનેકાન્ત સિદ્ધાંત પ્રમાણે બરોબર છે? ઉ. ના; કારણકે વાસ્તવમાં ગુણ અને પર્યાય-એ બન્નેમાં ગૌણ
અને મુખ્ય વ્યવસ્થાની અપેક્ષાએ જ અનેકાન્ત પ્રમાણ માનવામાં આવ્યું છે; સુખ અને દુઃખ એ બન્ને પર્યાય છે. તેથી પર્યાયરૂપથી તેમનું (સુખ-દુઃખનું) વૈત ભગવાનને બની શકતું નથી. ભગવાનને પર્યાયમાં દુઃખ છે જ નહિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com