________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૭) જે કાંઈ હોય તેમાં જ અનેકાન્ત લાગુ પડી શકે.
(જુઓ, પંચાધ્યાયી ભા. ૨, ગા. ૩૩૩ થી ૩૩૫) પ્ર. ૧૧ર-પર્યાયમાં ક્રમબદ્ધ અને અક્રમબદ્ધ-એવું માનવું તે
અનેકાન્તસિદ્ધાન્ત પ્રમાણે બરોબર છે? ઉ. ના; પર્યાય ક્રમબદ્ધ જ હોય છે, અક્રમબદ્ધ હોતા જ નથી,
એ અનેકાન્ત છે. પંચાધ્યાયી ભા. ૨. ગા. ૩૩૪ પ્રમાણે
ગુણો અક્રમ છે અને પર્યાયો ક્રમબદ્ધ જ છે. પ્ર. ૧૧૩-અનેકાન્ત શું બતાવે છે? ઉ. ૧. “અનેકાન્ત વસ્તુને પરથી અસંગ બતાવે છે.
અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો
ઉપાય છે, પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ છે. ૨. અનેકાન્ત વસ્તુને સ્વપણે છે અને પરપણે નથી' એમ
બતાવે છે. પરપણે આત્મા નથી, તેથી પરવસ્તુનું કાંઈ પણ કરવા આત્મા સમર્થ નથી; અને પરવસ્તુ ન હોય તેથી આત્મા દુઃખી પણ નથી.
“તું તારાપણે છો' તો પરપણે નથી, અને પરવસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકુળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી. બસ! આટલું નક્કી કર તો શ્રદ્ધા, જ્ઞાન
અને શાંતિ તારી પાસે જ છે. ૩. અનેકાંત, વસ્તુને સ્વપણે સત્ બતાવે છે. સને
સામગ્રીની જરૂર નથી. સંયોગની જરૂર નથી, પણ સને સના નિર્ણયની જરૂર છે કે “સપણે છું, પરપણે નથી.” ૪. અનેકાન્ત વસ્તુને એક-અનેક સ્વરૂપ બતાવે છે. ‘એક’
કહેતાં જ અનેકની અપેક્ષા આવી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com