________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૮) તું તારામાં એક છો અને તારામાં જ અનેક છો. તારા ગુણ- પર્યાયથી અનેક છો, વસ્તુથી એક છો. ૫. અનેકાન્ત, વસ્તુને નિત્ય-અનિત્ય સ્વરૂપ બતાવે છે. પોતે નિત્ય છે અને પોતે જ પર્યાયે અનિત્ય છે; તેમાં જે તરફની રુચિ તે તરફનો પલટો (પરિણામ) થાય. નિત્ય વસ્તુની રુચિ કરે તો નિત્ય ટકનારી એવી વીતરાગતા થાય એ અનિત્ય એવા પર્યાયની રુચિ કરે
તો ક્ષણિક રાગ-દ્વેષ થાય. ૬. અનેકાન્ત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ
સ્વથી અને પરથી નથી–એમ કહ્યું તેમાં “સ્વઅપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે” એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન
પરિપૂર્ણ છે. ૭. અનેકાન્ત એકેક વસ્તુમાં અસ્તિ-નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્ત્વની પૂર્ણતા છે; એવી બે વિરુદ્ધ શક્તિઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ છે.”
(મોક્ષશાસ્ત્ર ગુ. અ. ૪ નો ઉપસંહાર) પ્ર. ૧૧૪-સાધક જીવને અસ્તિ-નાસ્તિ જ્ઞાનથી શું લાભ થાય ? ઉ. “જીવ સ્વરૂપ છે અને પરરૂપને નથી” , એવી અનાદિ વસ્તુ સ્થિતિ હોવા છતાં, “જીવ અનાદિ અવિધાના કારણે શરીરને પોતાનું માને છે અને તેથી શરીર ઊપજતાં પોતે ઊપજ્યો તથા શરીરનો નાશ થતાં પોતાનો નાશ થાય એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com