________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૩) જ્ઞાનાત્મક નય તે પરમાર્થથી નય છે અને વાક્ય ઉપચારથી નય છે.'
(શ્રી ધવલ-ટીકા પુ. ભુ. પાનું ૧૬૪) ૩. જ્ઞાનનય - વાસ્તવિક પ્રમાણજ્ઞાન છે, તે જ્યારે
એકદેશગ્રાહી થાય છે ત્યારે તેને નય કહે છે, માટે તેને જ્ઞાનનય કહે છે. જેમકે, “સાકર પદાર્થનું અનુભવરૂપ જ્ઞાન તે જ્ઞાનનયનો વિષય છે.
વિશેષ
૧. શાસ્ત્રોના સાચા રહસ્યને ખોલવા માટે નયાર્થ સમજવો
જોઈએ. તેને સમજ્યા વિના ચરણાનુયોગનું કથન પણ સમજવામાં આવે નહિ. ગુરુનો ઉપકાર માનવાનું કથન આવે ત્યાં સમજવું કે ગુરુ પરદ્રવ્ય છે, માટે તે વ્યવહારનું કથન છે.
ચરણાનુયોગના શાસ્ત્રમાં પરદ્રવ્ય છોડવાની વાત આવે ત્યાં સમજવું કે તે રાગને છોડવા માટે વ્યવહારનયનું કથન છે. પ્રવચનસારમાં શુદ્ધતા અને શુભ રાગની મૈત્રી કહી છે, પણ વાસ્તવમાં (નિશ્ચયથી) તે મિત્રતા નથી. રાગ તો શુદ્ધતાનો શત્રુ છે, પણ ચરણાનુયોગના શાસ્ત્રમાં એવું કથન કરવાની પદ્ધતિ છે, અને તે કથન વ્યવહારનયનું છે. અશુભથી બચવા માટે શુભ રાગને નિમિત્ત માત્ર મિત્ર કહ્યો છે. તેનો ભાવાર્થ તો એ છે કેવાસ્તવમાં તે વીતરાગતાનો શત્રુ છે, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહારનય દ્વારા એવું જ કથન થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com