________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૨) નિયમથી (ચોક્કસ) મોક્ષ પ્રાપ્ત કરે છે”
(ગુ. મોક્ષશાસ્ત્ર અ. ૧. સૂત્ર ૬ ની ટીકા) પ્ર. ૮૩-જૈનશાસ્ત્રોમાં બન્ને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ
રીતે ? ઉ. “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત
વ્યાખ્યાન છે. તેને તો “સત્યાર્થ એમ જ છે” એમ જાણવું; તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિન અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે, પણ બન્ને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે” એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.”
(મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ૨૫૬) પ્ર. ૮૪-નયના બીજી રીતે કયા પ્રકાર છે? ઉ. તેને ત્રણ પ્રકાર છે:- ૧. શબ્દન, ૨. અર્થનય અને ૩. વિજ્ઞાનનય. ૧. શબ્દનય – જ્ઞાન દ્વારા જાણેલા પદાર્થનું પ્રતિપાદન શબ્દ દ્વારા થાય છે, માટે તે શબ્દને શબ્દનય કહે છે. જેમકેઃ
સાકર” શબ્દ તે શબ્દનયનો વિષય છે. ૨. અર્થનય - જ્ઞાનનો વિષય પદાર્થ છે, માટે નયથી
પ્રતિપાદિત કરવામાં આવતા પદાર્થને પણ નય કહે છે. આ અર્થાય છે. જેમકે – “સાકર' શબ્દનો વાચ્ય પદાર્થ અર્થનયનો વિષય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com