________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ દશમું
મોક્ષમાર્ગ અધિકાર પ્ર. ૧૧૯-(૧) કાળલબ્ધિ, (૨) ભવિતવ્ય (નિયત), (૩)
કર્મના ઉપશમાદિ, (૪) પુરુષાર્થપૂર્વક ઉદ્યમ-આમાંથી કયા
કારણ વડે મોક્ષનો ઉપાય બને છે? ઉ. ૧. મોક્ષનો ઉપાય થવામાં પાંચ બાબતો એકી સાથે હોય
છે, એટલે કે જીવ જ્યારે પોતાના જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ, ભવિતવ્ય અને અકર્મની ઉપશમાદિ અવસ્થા-એ પાંચે બાબતો ધર્મ કરનારને એકી સાથે હોય છે. તેથી તેને પાંચ સમવાય
(મેળાપ, એકઠાપણું) કહે છે. ૨. શ્રી સમયસાર નાટક-સર્વવિશુદ્ધદ્વાર (પૃ. ૩૩૫) માં કહ્યું છે કે આ પાંચને સર્વાગી માનવા તે શિવમાર્ગ છે, અને કોઈ એકને જ માનવું તે પક્ષપાત હોવાથી
મિથ્યામાર્ગ છે. પ્ર. ૧૨૦-કાળલબ્ધિ શું છે? ઉ. તે કોઈ વસ્તુ જ નથી પણ જે કાળમાં કાર્ય બને તે જ
કાળલબ્ધિ છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૧૧) પ્ર. ૧૨૧-કાળલબ્ધિ કયા દ્રવ્યમાં હોય છે? ઉ. છયે દ્રવ્યોમાં દરેક સમયે હોય છે. તે સંબંધમાં શ્રી
કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૨૧૯માં કહ્યું છે કેकालाइलद्धिजुता णाणासतीहिं संजुदा जत्था। परिणममाणा हि सयं ण सक्कदे को वि वारे,।। २१९ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com