________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૫). અર્થ- બધાય પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત, અનેક પ્રકારની શક્તિસહિત છે, તેમ જ સ્વયં પરિણમન કરે છે, તેને તેમ પરિણમન કરતાં રોકવા કોઈ સમર્થ નથી.
ભાવાર્થ- બધાં દ્રવ્યો પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ સામગ્રીને પામીને પોતે જ ભાવરૂપે પરિણમે છે. તેને કોઈ અટકાવી શકતું નથી. ૧. અહીં કાળાદિ લબ્ધિમાં કાળલબ્ધિનો અર્થ સ્વકાળની
પ્રાપ્તિ થાય છે. ૨. દ્રવ્યસ્વભાવ સન્મુખ થયેલો વર્તમાન પુરુષાર્થ તે ક્ષણિક
ઉપાદાન છે. ૩. (પર) કાળલબ્ધિ તે નિમિત્ત છે અને જો સ્વકાળલબ્ધિ
ગણવામાં આવે તો તે ક્ષણિક ઉપાદાન છે. ૪. ભવિતવ્ય અથવા નિયતિ તે તે સમયની યોગ્યતા છે,
તે પણ ક્ષણિક ઉપાદાન છે. ૫. કર્મ તે દ્રવ્યકર્મની અવસ્થા નિમિત્ત છે, અને જો કર્મના
આશ્રયે ન પરિણમવારૂપ જીવનો ભાવ લેવામાં આવે
તો તે ક્ષણિક ઉપાદાન છે. પ્ર. ૧રર-કાળલબ્ધિ પાકશે ત્યારે જ ધર્મ થશે-એ માન્યતા
બરાબર છે? ઉ. એ માન્યતા મિથ્યા છે, કેમકે તેમ માનનાર જીવે પોતાનો
જ્ઞાયકસ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એક કાળનેજ માન્યો. તેથી તે માન્યતાવાળાને એકાંત કાળવાદી ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યા છે.
(ગોમ્મસાર કર્મકાંડ ગાથા ૮૭૯)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com