________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૬) પ્ર. ૧૨૩-જગતમાં બધું ભવિતવ્ય (નિયતિ) આધીન છે, તેથી
ધર્મ થવાનો હશે ત્યારે થશે-એ માન્યતા બરાબર છે? ઉ. ના; કેમકે તેમ માનનાર જીવે પોતાનો જ્ઞાયકસ્વભાવ, પુરુષાર્થ આદિ પાંચ સમવાયને એકી સાથે માન્યા નહિ પરંતુ એકલા ભવિતવ્યને જ માન્યું, તેથી તે માન્યતાવાળાને શાસ્ત્રમાં એકાંત નિયતિવાદી ગૃહીત મિથ્યાષ્ટિ કહ્યા છે.
(ગોમ્મદસાર કર્મકાંડ. ગાથા ૮૮૨.) પ્ર. ૧૨૪-પાંચેય સમવાયમાં દ્રવ્ય-ગુણ-પર્યાય કોણ કોણ છે? ઉ. સામાન્ય જ્ઞાયકસ્વભાવ તે દ્રવ્ય અને બાકીના ચાર પર્યાય છે. પ્ર. ૧૨૫- જ્યાંસુધી દર્શનમોહકર્મ માર્ગ ન આપે ત્યાં સુધી
સમ્યગ્દર્શન ન થાય-એ માન્યતા બરાબર છે? ઉ. ના; એ માન્યતા મિથ્યા છે, કેમકે તે જીવે પુરુષાર્થ વડે
જ્ઞાયકસ્વભાવી આત્માની સન્મુખ થઈને એકી સાથે પાંચ સમવાય માન્યા નથી; તે તો માત્ર કર્મની ઉપશમાદિ અવસ્થાને જ માને છે. તેથી તેવા વિપરીત માન્યતાવાળા જીવને એકાંત કર્મવાદી (દેવાવાદી) ગૃહત-મિથ્યાદષ્ટિ કહ્યો છે.
(ગોમટસાર કર્મકાંડ, ગાથા ૮૯૧) પ્ર. ૧૨૬–ત્યારે મોક્ષના ઉપાય માટે શું કરવું? ઉ. જિનેશ્વરદેવના ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક યથાર્થ ઉપાય
કરવો. કેમકે, જે જીવ પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાળલબ્ધિ, ભવિતવ્ય અને ઉપદેશાદિ કારણો મેળવવા પડતાં નથી; પણ જે જીવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com