________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૭) પુરુષાર્થપૂર્વક મોક્ષનો ઉપાય કરે છે તેને તો સર્વ કારણો મળે છે અને જે ઉપાય કરતો નથી તેને તો કોઈપણ કારણો મળતાં નથી અને તેથી ધર્મની પ્રાપ્તિ પણ થતી નથી-એવો નિશ્ચય કરવો.
વિશેષ એમ છે કે જીવને કાળલબ્ધિ, ભવિતવ્ય કર્મનાં ઉપશમાદિક મેળવવાના હોતા નથી, પણ જ્યારે જીવ સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે ત્યારે તે કારણો આવી મળે છે.
વળી, કર્મનાં ઉપશમાદિક તો પુદ્ગલના પર્યાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી, પણ આત્મા જ્યારે યથાર્થ પુરુષાર્થ કરે છે ત્યારે કર્મનાં ઉપશમાદિ સ્વર્ય થઈ જાય છે. કર્મના ઉપશમાદિક છે તે તો પુદગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી.
જીવનું કર્તવ્ય તો તત્ત્વનિર્ણયનો અભ્યાસ જ છે. તે કરે ત્યારે દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે, પણ કર્મની
અવસ્થામાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. પ્ર. ૧૨૭-જો પુરુષાર્થથી જ ધર્મ થાય છે તો દ્રવ્યલિંગી મુનિએ
મોક્ષને અર્થે ગૃહસ્થપણું છોડી ઘણો પુરુષાર્થ તો કર્યો છતાં
તેને કાર્યસિદ્ધિ કેમ ન થઈ ? ઉ. તેણે ઊંધો પુરુષાર્થ કર્યો છે. અન્યથા પુરુષાર્થ કરી મોક્ષનું
ફળ ઈચ્છે પણ તેથી કેવી રીતે ફળસિદ્ધિ થાય? ન જ થાય. વળી તપશ્ચરણાદિ વ્યવહારસાધનમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો શાસ્ત્રમાં શુભબંધ કહ્યો છે, અને દ્રવ્યલિંગી મુનિ વ્યવહાર સાધનથી ધર્મ થશે એમ માની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com