________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૫૦)
(૩) તેના પર્યાયમાં નિરંતર સમયે સમયે નવું પરિવર્તન થાય છે; કેમકે તેમાં દ્રવ્યત્વગુણ છે.
(૪)તે જણાવા યોગ્ય છે, કેમકે તેમાં પ્રમેયત્વ ગુણ છે. ( ૫ ) તેનો કોઈ પણ પરમાણુ પલટીને બીજા રૂપે થતો નથી. તેના દરેક ગુણ-પર્યાય પણ તેની મર્યાદામાં વ્યવસ્થિત છે, કેમકે તેમાં અગુરુલઘુત્વ ગુણ છે.
(૬) આકારવાન છે, કેમકે તેમાં પ્રદેશત્વ ગુણ છે.
પ્ર. ૧૪૧-માટી વડે થડો થયો છે. કુંભાર વડે ઘડો થયો નથી. તેમાં કયા ગુણોની સાબિતી છે?
ઉ. દ્રવ્યત્વ અને અગુરુલઘુત્વ ગુણોની.
પ્ર. ૧૪૨-જે નથી જાણતાં તેવાં જડ દ્રવ્યો પણ સ્વતઃ પરિણમે છે, તેમાં કયો ગુણ સાબિત થયો ?
ઉ. દ્રવ્યત્વ ગુણ.
પ્ર. ૧૪૩–અમે મનુષ્ય છીએ, માટે અમારા કામમાં બીજાની જરૂર પડે, બીજા વિના ન ચાલે–એવું માનનારે કયા ગુણ ન માન્યા?
ઉ. મનુષ્ય તો અસમાનજાતીય દ્રવ્ય પર્યાય છે. શરીર અજીવરૂપી પુદ્દગલ દ્રવ્ય છે અને જીવ સદા અરૂપી ચેતન દ્રવ્ય છે. તેનો સંયોગ-એક ક્ષેત્રાવગાહ સંબંધ બંધપણે છે. એક દ્રવ્યને બીજાની જરૂર પડે એમ માનનારે વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુલઘુત્વાદિ ગુણો માન્યા નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com