________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૪) વચ્ચે અત્યંત અભાવ છે. જો યોગથી વાણી થતી હોય તો તેરમાં ગુણસ્થાને તેમને નિરંતર યોગ ગુણનું કંપન છે, તેથી નિરન્તર વાણી થવી જોઈએ; પણ એમ તો થતું નથી.
વળી મૂક-કેવલી યોગસહિત છે, છતાં તેમને વાણી હોતી નથી; માટે વાણી જીવના યોગને આધીન નથી તથા ઈચ્છાને પણ આધીન નથી, પરંતુ તે સ્વતંત્રપણે તેના કાળે, તેના કારણે, તેની યોગ્યતાનુસાર પરિણમે છે. પ્ર. ૨૯૯-કર્મબંધના કારણો કયાં? 3. मिथ्यादर्शनाऽविरतिप्रमादकषाययोगा बन्धहेतवः।
(મોક્ષશાસ્ત્ર-અ. ૮, સૂ. ૧) અર્થ:- મિથ્યાદર્શન, અવિરતિ પ્રમાદ, કષાય અને યોગએ પાંચ કર્મબંધનાં કારણો છે. પ્ર. ૩00-મિથ્યાદર્શન (મિથ્યાત્વ) કોને કહે છે? ઉ. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોના ઊલટા શ્રદ્ધાનને તથા અદેવ
(કુદેવ) ને દેવ માનવા, અતત્ત્વને તત્ત્વ માનવું, અધર્મ (કુધર્મ) ને ધર્મ માનવો; ઈત્યાદિ વિપરીત શ્રદ્ધાનને મિથ્યાત્વ કહે છે. (તે શ્રદ્ધાગુણનો વિપરીત પર્યાય છે.). પ્ર. ૩૦૧-મિથ્યાદર્શનના કેટલા પ્રકાર છે? ઉ. તેના બે પ્રકાર છે-૧. અગૃહીત મિથ્યાત્વ અને ૨. ગૃહીત મિથ્યાત્વ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com