SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦૩) પ્ર. ર૯૭–જીભથી શબ્દો (વાણી) બોલાય છે? શું તે જીવની ઈચ્છાથી બોલાય છે? ઉ. ૧. ના; કારણ કે જીભ આહારવર્ગણામાંથી બને છે અને શબ્દો (વાણી) ભાષાવર્ગણામાંથી રચાય છે. આહારવર્ગણા અને ભાષાવર્ગણા વચ્ચે અન્યોન્યાભાવ છે; તેથી જીભ વડે વાણી બોલાતી નથી. ૨. ના; કારણ કે જીવ અને વાણી વચ્ચે અત્યંતાભાવ છે. ઈચ્છા વિના પણ કેવળજ્ઞાનીને વાણી ખરે છે; સશક્ત મનુષ્ય જે સમયે બોલવા ઈચ્છે તે સમયે કોઈવાર ભાષા બોલી શક્તો નથી; જેને લકવો થાય અથવા જેને તોતડાપણું હોય તે મનુષ્ય વ્યવસ્થિતપણે બોલવાની ઘણી ઈચ્છા કરે છે છતાં તેની વ્યવસ્થિત ભાષા નીકળતી નથી. જ્યારે પુદગલની ભાષારૂપ પરિણમવાની યોગ્યતા હોય ત્યારે જ ભાષા નીકળે છે અને ત્યારે જ ઈચ્છા વગેરે નિમિત્તભૂત હોય છે. પ્ર. ર૯૮-તીર્થકર ભગવાનને ઈચ્છા નથી, છતાં યોગના કારણે વાણી ખરે છે તે ખરું છે? ઉ. ના; કારણ કે ત્યાં પણ પુગલની શક્તિની યોગ્યતાથી વાણીરૂપ પર્યાય તેના કાળે જ થાય છે. વાણી થાય ત્યારે યોગ તો નિમિત્તમાત્ર છે. જીવના યોગ ગુણનો પર્યાય અને પુદ્ગલની શક્તિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy