________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૦) પડી છે. તે તેના કાળે, તેના કારણે સ્વયં શબ્દરૂપે પરિણમે છે. જે સમયે તે પુદ્ગલો શબ્દરૂપે પરિણમે છે તે સમયે કોઈને કોઈ જીવ યા અન્ય પદાર્થ નિમિત્ત હોય છે પણ જીવના કારણે ખરેખર ભાષાવર્ગણા શબ્દરૂપે પરિણમતી નથી. ભાષાવર્ગણા શબ્દરૂપે પરિણમે તે સમયે જીવની ઈચ્છા અથવા યોગ હોય તો તે નિમિત્ત માત્ર છે. પ્ર. ર૯૬-શબ્દને આકાશનો ગુણ માનવામાં આવે તો શો દોષ
આવે? ઉ. શબ્દ મૂર્તિક પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે, અને આકાશ
અમૂર્તિક દ્રવ્ય છે, માટે તે અમૂર્તદ્રવ્યનો ગુણ નથી, કારણ
ગુણ-ગુણીને અભિન્ન પ્રદેશપણું હોવાને લીધે તેઓ (ગુણ-ગુણી) એક વેદનથી વેધ હોવાથી અમૂર્તદ્રવ્યને પણ શ્રવણેન્દ્રિયના વિષયભૂતપણું આવી પડે.”
(પ્રવચનસાર-ગા. ૧૩રની ટીકા) નૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે, પણ તે માન્યતા અપ્રમાણ છે. ગુણ-ગુણીના પ્રદેશો અભિન્ન હોય છે, તેથી ગુણ જે ઇન્દ્રિયથી જણાય તે જ ઇન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્મેન્દ્રિયથી જણાય છે, માટે આકાશ પણ કર્મેન્દ્રિયથી જણાવું જોઈએ; પણ આકાશ તો કોઈ ઈન્દ્રિયથી જણાતું નથી, માટે શબ્દ, આકાશ વગેરે અમૂર્તિક દ્રવ્યોનો ગુણ નથી.”
(શ્રી પ્રવચનસાર ગા. ૧૩રની ફુટનોટ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com