________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૧) | [ મહાબંધ-મહાધવલા સિદ્ધાંત-શાસ્ત્ર પ્રથમ ભાગ, પ્રકૃત્તિબન્ધાધિકાર પાનું ર૭, હિંદી અનુવાદ ઉપરથી; ધવલા પુસ્તક ૧૩, પાના ૩૪૬ થી ૩પ૩.]
ઉપરના આધારોથી નીચેના મંતવ્યો ખોટા ઠરે છે:(૧) કેવલી ભગવાન ભૂત અને વર્તમાન કાલવર્તી પર્યાયોને
જ જાણે અને ભવિષ્યત્ પર્યાયોને તે થાય ત્યારે જાણે. (૨) સર્વજ્ઞ ભગવાન અપેક્ષિત ધર્મોને જાણે. (૩) કેવલી ભગવાન ભૂત-ભવિષ્યત્ પર્યાયોને સામાન્યપણે
જાણે પણ વિશેષપણે ન જાણે. (૪) કેવલી ભગવાન ભવિષ્ય પર્યાયોને સમગ્રપણે જાણે,
ભિન્ન-ભિન્નપણે ન જાણે. (૫) જ્ઞાન ફકત જ્ઞાનને જ જાણે. (૬) સર્વજ્ઞના જ્ઞાનમાં પદાર્થ ઝળકે છે પરંતુ ભૂતકાળ તથા
ભવિષ્યકાળના પર્યાય સ્પષ્ટપણે ઝળકતાં નથી.-એ વગેરે
મંતવ્યો સર્વજ્ઞને અલ્પજ્ઞ માનવા બરોબર છે. પ્ર. ૨૯૫-શબ્દ શું છે? શું તે આકાશનો ગુણ છે? ઉ. શબ્દ તે પુદ્ગલ દ્રવ્યનો સ્કંધરૂપ પર્યાય છે, તે આકાશનો
ગુણ નથી, કારણ કે આકાશ તો સદાય અમૂર્તિક છે અને શબ્દ મૂર્તિક છે. તે કાને અથડાય છે; તેની અવાજરૂપ ગર્જના થાય છે. આમ શબ્દ ઇન્દ્રિય દ્વારા જણાય છે માટે તે પુદ્ગલ છે.
જગતમાં ભાષાવર્ગણા નામના પુદ્ગલોની જાતિ ભરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com