________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦૦) યુક્ત જ છે.. . . . .. ... .. જો ક્રમપૂર્વક કેવલી ભગવાન અનંતાનન્ત પદાર્થોને જાણત તો સંપૂર્ણ પદાર્થોનો સાક્ષાત્કાર ન થાત. અનંતકાલ વ્યતીત હોવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહે. આત્માની અસાધારણ નિર્મલતા હોવાને કારણે એક સમયમાં જ સકલ પદાર્થોનું ગ્રહણ (જ્ઞાન) થાય છે.
જ્યારે જ્ઞાન એક સમયમાં સંપૂર્ણ જગતના યા વિશ્વના તત્ત્વોનો બોધ (જ્ઞાન) કરી ચૂકે ત્યારપછી તે કાર્યહીન થઈ જશે” એવી આશંકા પણ યુક્ત નથી કારણ કે કાલદ્રવ્યના નિમિત્તથી તથા અગુરુલઘુત્વના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણે ક્ષણે પરિણમન-પરિવર્તન થાય છે. જે કાલે ભવિષ્ય હતો તે આજે વર્તમાન બની આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આવી રીતે પરિવર્તનનું ચક્ર સદા ચાલતું રહેવાના કારણે શેયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જગતના જેટલા પદાર્થો છે તેટલી જ કેવળજ્ઞાનની શક્તિ યા મર્યાદા નથી. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંતગુણિત પણ હોત તો કેવલજ્ઞાનસિન્થમાં તે બિન્દુતુલ્ય સમાઈ જાત. અનંત કેવલજ્ઞાન દ્વારા અનંત જીવ તથા અનંત આકાશાદિનું ગ્રહણ હોવા છતાં તે પદાર્થ શાંત થતા નથી. અનંતજ્ઞાન, અનંતપદાર્થ યા પદાર્થોને અનંતરૂપથી બતાવે છે. એ કારણથી શેય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે.”
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com