________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૨) ઉ. જેમાં અથવા જેના આધારે કર્મ (કાર્યો કરવામાં આવે તેને
અધિકરણ કહે છે. | સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં આ છે કારકો એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધ દશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં છએ કારકરૂપ પરિણમન કરે છે અને બીજા કારકોની (અર્થાત નિમિત્તકારણોની) અપેક્ષા રાખતા નથી.
(જાઓ પંચાસ્તિકાય ગાથા-૬૨-સં. ટીકા) નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ માટે સામગ્રી (બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામાં) પરતંત્ર થાય
( પ્રવચનસાર-ગાથા ૧૬ ટીકા) પ્ર૩૫૩-કારકો કેટલા પ્રકારના છે? ઉ. “ આ છે કારકો વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનાં
છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર-કારકો છે અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં નિશ્ચય-કારકો
છે. )
(પ્રવચનસાર-ગાથા ૧૬ ભાવાર્થ) પ્ર. ૩૫૪-વ્યવહાર-કારકો દષ્ટાંત આપી સમજાવો. ઉ. “કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે; દંડ, ચક્ર, દોરી વગેરે કરણ
છે; જલ ભરનાર માટે કુભાર ઘડો કરે છે તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com