________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૨૩) જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે તેથી ટોપલો અપાદાન છે; જમીનના આધારે ઘડો કરે છે તેથી જમીન અધિકરણ છે.
આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. અન્ય કર્તા છે, અન્ય કર્મ છે, અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ છે.
પરમાર્થે કોઈ દ્રવ્ય કોઈનું કર્તા હર્તા થઈ શકતું નથી, માટે આ વ્યવહાર છે કારકો અસત્ય છે. તેઓ માત્ર ઉપચરિત અસદભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ.”
( શ્રી પ્રવચનસાર ગાથા ૧૬-ભાવાર્થ) પ્ર. ૩૧પ-નિશ્ચય-કારકો દષ્ટાંત આપી સમજાવો. ઉ. માટી સ્વતંત્રપણે ઘડારૂપ, કાર્યને પહોંચે છે–પ્રાપ્ત કરે છે
તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે; અથવા, ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમનસ્વભાવવડે માટીએ ઘડો કર્યો, તેથી માટી પોતે જ કરણ છે, માટીએ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું, તેથી માટી પોતે જ સંપ્રદાન છે. માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી, તેથી પોતે જ અપાદાન છે; માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો, તેથી પોતે જ અધિકરણ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com