SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૮) સ્કંધરૂપ બની બહુપ્રદેશી થવાની શક્તિ છે; તેથી ઉપચારથી તેને અસ્તિકાય કહેવામાં આવે છે. પ્ર. ૩૧-જીવાદિ છ દ્રવ્યોમાં બે ભેદ કઈ રીતે પાડશો? ઉ. (૧) જીવ, અજીવ; (૨) રૂપી, અરૂપી (૩) ક્રિયાવતી શક્તિ અને ભાવવતી શક્તિવાળા. (૪) બહુપ્રદેશી અને એકપ્રદેશી. પ્ર. ૩ર-અજીવ દ્રવ્યો કયા? ઉ. પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાલ. પ્ર. ૩૩-રૂપી એટલે શું? અને અરૂપી એટલે શું? ઉ. જે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સહિત હોય તે રૂપી અને તેનાથી જે રહિત હોય તે અરૂપી. પ્ર. ૩૪-છ દ્રવ્યોમાં રૂપી કોણ અને અરૂપી કોણ? ઉ એક પુદ્ગલ દ્રવ્ય રૂપી છે; બાકીના પાંચ દ્રવ્યો અરૂપી છે. પ્ર. ૩૫-આત્માને પ્રદેશરૂપ અસંખ્ય અવયવો માનવાથી તેના ખંડ થાય કે નહિ? ઉ. ના; કારણ કે આત્મા ક્ષેત્રદ્વારા અખંડિત હોવાના કારણથી તેના ખંડ થઈ શકે નહિ. (પંચાધ્યાયી ભા. ૧-ગાથા ૪૧૪) પ્ર. ૩૬-જીવ, પુદ્ગલ, આકાશ અને કાલને બે બે ભેદમાં મૂકો. * જુઓ પ્રશ્ન-પર. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy