________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૮૧) નથી (ગર્ભિત રાખી છે); કારણકે બન્ને ધર્મો એકી
સાથે કહી શકાતા નથી. ૩. “એક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે. ” “જેમ કે, જે વસ્તુ સત્ છે તે જ અસત્ છે અર્થાત્ જે અતિ છે તે નાસ્તિ છે; જે એક છે તે જ અનેક છે. જે નિત્ય છે તે જ અનિત્ય છે,” વગેરે.
(જુઓ, સમયસાર-કલશ ૨૪૭ નો ભાવાર્થ)
[ શાસ્ત્રમાં કોઈપણ કથન કર્યું હોય તેના નીચે પ્રમાણે અર્થો કરવા -
પ્રથમ શબ્દાર્થ કરીને તે કથન કયા નયે કર્યું છે તે નક્કી કરવું તેમાં જે કથન જે નયે કર્યું હોય તે કથન તે “અર્પિત” છે એમ સમજવું અને સિદ્ધાંત અનુસાર ગૌણપણે બીજા જે ભાવ તેમાં ગર્ભિતપણે આવી જાય છે તે ભાવ જો કે ત્યાં શબ્દોમાં કહ્યા નથી તો પણ તે ભાવ પણ ગર્ભિતપણે કહ્યા છે એમ સમજી લેવું, આ અનર્પિત કથન છે.
આ પ્રમાણે અર્પિત અને અનર્પિત-બને પડખાંને સમજીને જે જીવ અર્થ કરે તે જ જીવને પ્રમાણ અને નયનું સત્ય જ્ઞાન થાય. જો બન્ને પડખાં યથાર્થ ન સમજે તો તેનું જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમ્યું છે, તેથી તેનું જ્ઞાન અપ્રમાણ અને કુનયરૂપ છે.........)
જુઓ, મોક્ષશાસ્ત્ર-ગુ. અ ૫ સૂ. ૩ર ની ટીકા) પ્ર. ૧૧૬-એક જ દ્રવ્યમાં નિત્યતા અને અનિત્યતા એ બન્ને
વિરુદ્ધ ધર્મો કેવી રીતે રહે છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com