________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૮૨ )
પ્ર. ૧૧૬–“વિવક્ષિત અને અવિવક્ષિત રૂપે એક જ દ્રવ્યમાં નાના (ભિન્ન ) ધર્મો રહે છે. વક્તા જે ધર્મને કહેવાની ઈચ્છા કરે છે તેને અર્પિત-વિવક્ષિત કહે છે, અને વક્તા તે સમયે જે ધર્મને કહેવા ઇચ્છતો નથી તે અનર્પિતઅવિવક્ષિત છે; જેમકે:- વક્તા જો દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું પ્રતિપાદન કરશે તો ‘નિત્યતા ’ વિવક્ષિત કહેવાશે, અને જો તે પર્યાયાર્થિક નયથી પ્રતિપાદન કરશે તો ‘ અનિત્યતા ’ વિવક્ષિત છે. જે સમયે કોઈ પદાર્થને દ્રવ્યની અપેક્ષાએ ‘નિત્ય ’ કહેવાઈ રહ્યો છે તે સમયે તે પદાર્થ પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે, પિતા, પુત્ર, મામા, ભાણેજ આદિની માફક એક જ પદાર્થમાં અનેક ધર્મ રહેવા છતાં પણ વિરોધ આવતો નથી.
7,
(તત્ત્વાર્થસૂત્ર-હિન્દી, અનુવાદક પં. પન્નાલાલજી, અ. ૫. સૂત્ર ૩૨ નો અર્થ )
પ્ર. ૧૧૭–‘આત્મા સ્વચતુષ્ટયથી છે અને ૫૨ચતુષ્ટયથી નથી ’– તે અનેકાન્ત-સિદ્ધાંત ઉપરથી શું સમજવું ?
ઉ. ૧. કોઈ આત્મા કે તેનો પર્યાય પરનું કાંઈ કરી શકે નહિ, કરાવી શકે નહિ. અસર, પ્રભાવ, પ્રેરણા, મદદ, લાભ, નુકશાન વગેરે કાંઈ કરી શકે નહિ, કારણ કે દરેક વસ્તુ ૫૨ વસ્તુની અપેક્ષાએ અવસ્તુ છે, એટલે કે તે અદ્રવ્ય, અક્ષેત્ર, અકાલ, અને અભાવરૂપે છે. દરેક દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાય પ્રત્યે નિમિત્તરૂપ હોય પણ તેથી તે પરદ્રવ્યના પર્યાયને અસર વગેરે કાંઈ કરી શકે નહિ. ૨. આ સિદ્ધાંત છયે દ્રવ્યોને લાગુ પડે છે. એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com