________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૧) ૨. “મિથ્યાદષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી, તેથી
પરસ્વરૂપ વિષે મગ્ન બની પરકાર્યને તથા પરસ્વરૂપને પોતાનાં માને છે. તેથી તે કાર્ય કરતો હોવાથી તે અશુદ્ધ વ્યવહારી કહેવાય.
સમ્યગ્દષ્ટિ પોતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણવડ અનુભવે છે, પરસત્તા અને પરસ્વરૂપને પોતાનું કાર્ય નહિ માનતો થકો યોગ (મન, વચન અને કાયા) દ્વારવડે પોતાના સ્વરૂપમાં ધ્યાન-વિચારરૂપ ક્રિયા કરે છે; તે કાર્ય કરતાં તે મિશ્રવ્યવહારી કહેવાય. કેવળજ્ઞાની (જીવ) યથાખ્યાતચારિત્રના બળ વડે શુદ્ધાત્મસ્વરૂપમાં રમણશીલ છે, તેથી તે શુદ્ધ વ્યવહારી કહેવાય. તેનામાં યોગારૂઢ અવસ્થા વિદ્યમાન છે તેથી તેને વ્યવહારી નામ કહ્યો. શુદ્ધ વ્યવહારની મર્યાદા તેરમા ગુણસ્થાનથી માંડી ચૌદમાં ગુણસ્થાન સુધી જાણવી, યથાअसिद्धत्वपरिणमनत्वात् व्यवहारः।
જ્યાં સુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાં સુધી અશુદ્ધનિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધ વ્યવહારી છે, સમ્યગ્દષ્ટિ થતાં માત્ર ચતુર્થ ગુણસ્થાનથી માંડી બારમા ગુણસ્થાનક સુધી મિશ્ર નિશ્ચયાત્મક જીવદ્રવ્ય મિશ્રવ્યવહારી છે, અને કેવળજ્ઞાની શુદ્ધનિશ્ચયાત્મક
શુદ્ધવ્યવહારી છે.” (શ્રી પરમાર્થવચનિકા, ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું ૩૫ર). પ્ર. ૯૦-અધ્યાત્મશાસ્ત્રમાં વ્યવહારને અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો
છે તેનો શો અર્થ સમજવો? ઉ. ૧. અધ્યાત્મશાસ્ત્રમાં નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારનયને
અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે પણ તેનો અર્થ એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com