SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates ( ૧૨ ) નથી કે વ્યવહારનય નથી અને તેનો કોઈ વિષય નથી, અર્થાત્ સર્વથા કોઈ વસ્તુ જ નથી. ૨. “ અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ? તેનું સમાધાનઃ- એ તો ખરું છે, પણ અહીં દ્રવ્યદૃષ્ટિથી અભેદને પ્રધાન કહી ઉપદેશે છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલૂમ પડી શકે છે; તેથી ભેદને ગૌણ કહીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદદષ્ટિમાં નિર્વિકલ્પદશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વીતરાગ થયા બાદ ભેદ–અભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. ત્યાં નયનું આલંબન જ રહેતું નથી.” * (શ્રી સમયસાર, ગા. ૭ નો ભાવાર્થ.) ૩. “ પહેલાં ( શ્રી સમયસાર ગા. ૧૧ માં ) વ્યવહારને અસત્યાર્થ કહ્યો હતો. ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જાદું, સ્વપર્યાયોમાંથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પ૨સ્પ૨ દ્રવ્યોનો નિમિત્ત-નૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે; એક અભેદ દ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી, માટે તે સર્વ તે દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવે છે. જો તે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy