SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૫૩) ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે તો તે વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.” નિમિત્ત-નૈમિત્તિકભાવની . ...જો દૃષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ પણ કહી શકાય છે. જો સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો સર્વ વ્યવહારનો લોપ (અભાવ) થાય અને સર્વ વ્યવહારનો લોપ થતાં પરમાર્થનો પણ લોપ થાય. માટે જિનદેવનો ઉપદેશ સ્યાદવાદરૂપ સમજ્યે જ સમ્યજ્ઞાન છે, સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે.” (શ્રી સમયસાર ગુ. ગા. ૫૮–૬૦ નો ભાવાર્થ ) !! ૪. “ આત્માને પરના નિમિત્તથી જે અનેક ભાવો થાય છે તે બધા વ્યવહારનયના વિષય હોવાથી વ્યવહારનય તો પરાશ્રિત છે, અને જે એક પોતાનો સ્વાભાવિક ભાવ છે તે જ નિશ્ચયનયનો વિષય હોવાથી નિશ્ચયનય આત્માશ્રિત છે....... આ પ્રમાણે નિશ્ચયનયને પ્રધાન કહીને વ્યવહારનયના જ ત્યાગનો ઉપદેશ કર્યો છે તેનું કારણ એ છે કે; જેઓ નિશ્ચયના આશ્રયે પ્રવર્તે છે તેઓ જ કર્મથી છૂટે છે અને જેઓ એકાંતે વ્યવહારના જ આશ્રયે પ્રવર્તે છે તેઓ કર્મથી કદી છૂટતા નથી.” (શ્રી સમયસાર ગા. ૨૭૨ નો ભાવાર્થ) '' ૫. આ સંસારની અવસ્થા અને આ મુક્ત અવસ્થા એવા ભેદરૂપ જે આત્માને નિરૂપે છે તે પણ વ્યવહારનો વિષય છે. તેને અધ્યાત્મ-શાસ્ત્રમાં અભૂતાર્થ-અસત્યાર્થ નામે કહી વર્ણવ્યો છે. શુદ્ધ આત્મામાં જે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy