________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(ર૧૯) અર્થ - એ રીતે (પૂર્વોક્ત રીતે) (પરાશ્રિત એવો) વ્યવહારનય નિશ્ચયન વડે નિષિદ્ધ જાણ; નિશ્ચયનયને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. ર૭ર.
૧૬. શ્રી સમયસાર ગા. ૧૫ર થી ૧૫૪ માં કહ્યું છે કેપરમાર્થમાં અણસ્થિત જે તમને કરે, વ્રતને ધરે, સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહું. ૧૫૨ વ્રત નિયમને ધારે ભલે તપ શીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહિ કરે. ૧૫૩. પરમાર્થ બાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. ૧૫૪.
૧૭. શ્રી સમાધિતંત્રમાં શ્રી પૂજ્યપાદાચાર્ય ગા. ૭૮માં કહે છે કે –
व्यवहारे सुषुप्तो यः स जागांत्मगोचरे। जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे।। ७८।।
અર્થ- જે કોઈ વ્યવહારમાં સૂતો છે અર્થાત તેમાં અપ્રયત્નશીલ છે, તે આત્માના કાર્યમાં-સ્વસંવેદનમાં જાગ્રતતત્પર રહે. અને જે આ વ્યવહારમાં જાગે છે–તેની સાધનામાં તત્પર રહે છે તે સ્વાનુભવના વિષયમાં સૂતો છે. ૭૮.
૧૮. શ્રી તત્ત્વાનુશાસનમાં શ્રી નાગદેવમુનિએ કહ્યું છે
स्वपरज्ञप्तिरूपत्वान्न तस्य कारणान्तरम्। ततश्चितां परित्यज्य स्वसंवित्त्यैव वेद्यताम्।। १६२।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com